અજંપો

સવાલો હજી કળ્યા નથી.
જવાબો હજી મળ્યા નથી.
વિશ્વાસનો શ્વાસ રુંધાય,
વહાણ પાછા વળ્યા નથી.
સજળ આંખે સ્વપ્નો શેષ,
મૃગજળે કદી છળ્યા નથી.
તારાઓ મારા મથ્યા ખૂબ,
ઝબક્યા એ ઝળહળ્યા નથી.
ઈશારાને ક્યાંથી સમજે?
શબ્દોથી જે પલળ્યા નથી
રસ્સી બળીને રાખ થઈ
વળના ગાત્રો ગળ્યા નથી
જે થાકી હારીને જંપી ગયો
ઉજાગરા એના ફળ્યા નથી

Advertisements

સ્વાદ

“આટલી ચા પીને જાઓ.”

“ના. બહાર કાર્યકરો ઊભા છે. સાંજ સુધી ચૂંટણીનું પરિણામ આવી જશે. આ વખતે તો મારી જીત લગભગ નિશ્ચિત જ છે.”

“ઠીક ત્યારે. તમારી જીત એ મારી જીત.” ને ચા ઠરી ગઈ.

મતગણતરી મથકે ઉત્સાહી કાર્યકરો પરિણામ આવે એ પહેલાંથીજ વિજયની ખુશાલી મનાવવાની આગોતરી તૈયારીરૂપે ઢોલ નગારાં લઈ આવ્યાં હતાં. પરંતુ પરિણામ ઉમેદવારની વિરુદ્ધમાં આવવા લાગ્યું. સામેવાળા પક્ષે વિજયની શક્યતા લગભગ નિશ્ચિત થઈ ગઈ. ઉમેદવાર તેમજ કાર્યકરો મથકેથી ચાલતાં થયાં.

ઉમેદવારે ઘેર પહોંચી પત્ની સમક્ષ નારાજગી વ્યક્ત કરી, “સામેવાળો જીતી ગયો.”

“નિરાશ ન થાવ. ચા પીશો?” ઉમેદવારે હકારમાં માથું હલાવ્યું.

બે કપ ચા આવી. પત્નીએ મોં વકાસ્યું, “ચામાં મજા નથી ને? સ્વાદ જામતો નથી ને?”

“કેમ ! ચા તો સરસ મજાની છે.”

“ના..”

“હા. કદાચ મારા પરાજયે તને ચાનો ઘૂંટડો બેસ્વાદ લાગ્યો હશે.”

“હું પણ એ જ કહેવા માગું છું કે હાર-જીત તો જિંદગીમાં ચાલ્યા જ કરે.”

“એટલે !”

“જેમ સવારે બનાવેલી ચાને બીજી વાર ગરમ કરીને આપી તોય તમને એમાં સ્વાદ આવ્યો ને ? એમ… આજે નહીં તો કાલે, સફળતામાં લહેજત તો આવવાની જ…”

गायत्री मंत्र का वर्णं

गायत्री मंत्र का वर्णं

ॐ भूर्भुवः स्वः
तत्सवितुर्वरेण्यं
भर्गो देवस्यः धीमहि
धियो यो नः प्रचोदयात् ।

गायत्री मंत्र संक्षेप में
:

गायत्री मंत्र (वेद ग्रंथ की माता) को हिन्दू धर्म में सबसे उत्तम मंत्र माना जाता है। यह मंत्र हमें ज्ञान प्रदान करता है।

इस मंत्र का मतलब है – हे प्रभु, क्रिपा कर के हमारी बुद्धि को उजाला प्रदान कीजिये और हमें धर्म का सही रास्ता दिखाईये। यह मंत्र सूर्य देवता (सवितुर) के लिये प्रार्थना रूप से भी माना जाता है।

हे प्रभु! आप हमारे जीवन के दाता हैं। आप हमारे दुख़ और दर्द का निवारण करने वाले हैं। आप हमें सुख़ और शांति प्रदान करने वाले हैं। हे संसार के विधाता
हमें शक्ति दो कि हम आपकी उज्जवल शक्ति प्राप्त कर सकें। क्रिपा करके हमारी बुद्धि को सही रास्ता दिखायें।

मंत्र के प्रत्येक शब्द की व्याख्या
:
गायत्री मंत्र के पहले नौं शब्द प्रभु के गुणों की व्याख्या करते हैं।
ॐ = प्रणव
भूर = मनुष्य को प्राण प्रदाण करने वाला
भुवः = दुख़ों का नाश करने वाला
स्वः = सुख़ प्रदाण करने वाला
तत = वह,
सवितुर = सूर्य की भांति उज्जवल
वरेण्यं = सबसे उत्तम
भर्गो = कर्मों का उद्धार करने वाला
देवस्य = प्रभु
धीमहि = आत्म चिंतन के योग्य (ध्यान)
धियो = बुद्धि,
यो = जो,
नः = हमारी
प्रचोदयात् = हमें शक्ति दें (प्रार्थना)

इस प्रकार से कहा जा सकता है कि गायत्री मंत्र में तीन पहलूओं का वर्णं है–
स्त्रोत, ध्यान और प्रार्थना.